ગ્રવાતર હોવેરકાર્ડ્સ :  સૌપ્રથમ તો આપણે સમજીએ કે આ શબ્દોનો મતલબ શું છે.

ગ્રવાતર: આ શબ્દ તો દરેક બ્લોગરને ખબર હશે (જો ના ખબર હોય તો ગ્રવાતર પર તમે તમારી જાહેર પ્રોફાઈલ બનાવી શકો છો જે તમે તમારા બ્લોગ પર મૂકી શકો તથા તમે જ્યારે બીજા કોઈના બ્લોગ પર ટિપ્પણી કરો અથવા પસંદ LIKE કરો ત્યારે તમારી પ્રોફાઈલ પરનો ફોટો વપરાય છે)

હોવેર: જે લોકો કોમ્પ્યુટર વિષે વધારે જ્ઞાન ના ધરાવતા હોય તેમને જણાવવાનું કે હોવેર એટલે કોઈ પણ વસ્તુ (તે ફોટો હોય કે લીન્ક) તેની ઉપર ક્લિક કર્યાં વગર તેની ઉપર માઉસને ફેરવવાની ક્રિયાને હોવેર કહે છે.

હોવેરકાર્ડ્સ (હોવેર + કાર્ડ્સ): ઉપરની વ્યાખ્યા વાંચ્યા પછી કદાચ આ શબ્દને સમજવું આસાન થશે ફોટો કે લીન્ક ઉપર ક્લિક કર્યાં વગર તેની ઉપર માઉસને ફેરવવાથી તમારા વીસીટીંગ કાર્ડ જેવી એક નાની પોપ-અપ વિન્ડો દેખાશે જેમાં તમે તમારા ગ્રવાતર પર મૂકેલી તમારી માહિતી દેખાશે.

આ નવી લાક્ષણિકતા વર્ડપ્રેસના દરેક બ્લોગ પર એક્ટીવ થઈ ગઈ છે એટલે જ્યારે કોઈ તમારા બ્લોગ ઉપર ટિપ્પણી(COMMENT) કરે અથવા તમારા લેખને પસંદ (LIKE) કરે ત્યારે તમારે તે બ્લોગર મિત્ર વિષે જાણકારી મેળવવા માટે માત્ર તેના ફોટો પર તમારું માઉસ લઈ જવાનું છે અને ગણતરીની સેકન્ડમાં તમને તેમની માહિતી (જે એમને ગ્રવાતરના પ્રોફાઈલમાં ઉમેરી હશે) તે જોવા મળશે. તેમાં તે માણસનું નામ, ફોટો અને તે બીજી કઈ કઈ સાઇટ પર મળી શકે(દા.ત. ટ્વીટર / ફેસબુક / લીન્કેડીન) તેની માહિતી હશે. આ નવી વ્યવસ્થાથી દરેક બ્લોગરને ગ્રવાતર સાઇટ પર જવાની મહેનત બચી જશે.

જો તમને તમારા પ્રોફાઈલ માટે આ હોવેર કાર્ડ્સ ના જોઇતા હોય તો તમે એને બંધ કરવા માટે તમારા બ્લોગમાં Settings -> Discussions -> Avatars માં જઈને બંધ કરી શકો.

જો તમે તમારી પોતાની માટે હોવેરકાર્ડ્સ વાપરવા ના હોય તો તમે કોઈ પણ હોવેરકાર્ડ્સના નીચે જમણી બાજુ આવેલ “TURN OFF hovercards” બટન પર ક્લિક કરીને બંધ કરી શકો છો. ફરીથી હોવેરકાર્ડ્સ વાપરવા માટે શું કરવું અને વધારે માહિતી માટે http://en.support.wordpress.com/gravatar-hovercards/#to-turn-off-hovercards-for-all-wordpress-com-sites

મને આશા છે કે આ માહિતી તમને મદદરૂપ થશે.

પ્રેરણા સ્ત્રોત: http://en.blog.wordpress.com/2010/10/06/gravatar-hovercards/

Advertisements