બેસ્ટ (મુંબઈની લોકલ બસ સર્વિસ)માં હવે રૂ.૨૫ની એક ટીકીટ મળે છે (પહેલા તો રૂ.૨૦ની મળતી હતી પણ હવે ભાવવધારો આવ્યો) જે એક દિવસના પાસ તરીકે વાપરી શકાય છે મતલબ તમે બેસ્ટની કોઈ પણ બસમાં આખા દિવસ દરમિયાન ગમે ત્યાં (ભાયેન્દરથી સાયન સુધી તથા નવી મુંબઈમાં નેરુલ સુધી) મુસાફરી કરી શકો. (મારી જાણકારી પ્રમાણે આવી વ્યવસ્થા અમદાવાદમાં પણ છે તો નીચે દર્શાવેલી પરીસ્તીથી અમદાવાદમાં પણ થઈ શકે)

હવે બેસ્ટવાળાએ આ ટીકીટનો ખોટો ઉપયોગ ના થાય એ હેતુથી ટીકીટ ક્યાં દિવસની (તારીખ, મહિનો અને વર્ષ) છે અને તે પુરુષની છે કે સ્ત્રીની (ત્યાં M અને F બે બ્લોક હોય એટલે પુરુષ માટે M બ્લોક પર પંચ મારે અને સ્ત્રી માટે F બ્લોક પર પંચ મારે) જેવી માહિતી રાખેલ છે.

એટલે જો તમે ઘરમાં ચાર ભાઈ હોય તો એક ભાઈએ રૂ.૨૫ની ટીકીટ લીધી અને ફરીને ઘરે આવી પછી બીજો ભાઈ એજ ટીકીટ લઈને ફરી શકે… 😉  અને બીજા શબ્દોમાં કહું તો તમે જો ૨ ટીકીટ ખરીદો (એક પુરુષની અને બીજી સ્ત્રીની) એટલે તમારું આખું ખાનદાન તેને વાપરી શકે (કેવી અજબ વ્યવસ્થા 😛 )

પણ મને આ ટીકીટનો લોકો કેવી રીતે ફાયદો ઉઠાવે છે તેનું શું કરવું તેના કરતા બીજો એક સવાલ મૂંઝવે છે અને તે સવાલ છે કે ધારો કે બસમાં એક માસી(વ્યંઢળ – દેશી ગુજરાતીમાં કહું તો છક્કો) ચડે અને તે રૂ.૨૫ની ટીકીટ માંગે તો કંડકટર શું કરે અથવા તો તેને કેવી ટીકીટ આપે?

આમ તો સવાલ ઘણો સામાન્ય છે પણ વિચારવા લાયક છે, તમારા કલ્પનાના ઘોડા દોડાવો અને મને જવાબ આપો.

Advertisements