આમ તો હું શુન્યમાં રહેલો વિસ્તાર છું
શબ્દ નહી પણ શબ્દમાં રહેલો ભાર છું
સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
કે સદા તમારી સમજની બહાર છું

———————————————————————————–

મોત કેરા નામથી ગભરાઉં એવો હું નથી,
બીકથી વહેવાર ચૂકી જાઉં એવો હું નથી;
જાન દીધો છે ખુદાએ ચાર દિ’ માટે ઉધાર,
એને પાછો સોંપતાં અચકાઉં એવો હું નથી.

———————————————————————————–

સામટા શબ્દ ઓછા પડે,
મૌનને એટ્લા રંગ છે,
જો ખામોશીને પણ વાચા ફુટે,
તો સમજો એ પ્રેમનો મીઠો સંગ છે….!

———————————————————————————–

મંઝીલ નથી, મુકામ નથી ને સફર પણ નથી
જીવું છું જીન્દગી પણ જીવનની અસર નથી
મારી ઓળખાણ મને પુછશો નહીં
તમને ખબર નથી તો મને પણ ખબર નથી.

———————————————————————————–

સમય વહી જાય છે,
જીવન વીતી જાય છે,
સાથીના સાથ છૂટી જાય છે,
આંખમાંથી આંસુ વહી જાય છે,
જીવનમા મળે છે ઘણા લોકો,
યાદ બહુ થોડા રહી જાય છે !

———————————————————————————–

Advertisements