હવે પહેલો વરસાદ બીજો વરસાદ અને છેલ્લો વરસાદ એવું કાંઇ નહીં !
હવે માટીની ગંધ અને ભીનો સંબંધ અને મધમધતો સાદ, એવું કાંઇ નહીં !
સાવ કોરુંકટાક આભ કોરોકટાક મોભ કોરાંકટાક બધાં નળિયાં
સાવ કોરી અગાસી અને તેય બારમાસી, હવે જળમાં ગણો તો ઝળઝળિયાં !
 
————————————————————————————————-
 
લખી લેજો હથેળીમા નામ મારું,
સ્નેહના દેશમા છે ધામ મારું,
કોક દિવસ જો તરસ લાગે તમને,
તો હથેળીથી પાણી પીતાં યાદ આવશે નામ મારું.
 
————————————————————————————————-
 
મારા સ્મરણ પ્રદેશની લીલાશ છો તમે
ને શુષ્ક શ્વાસમાં ભળી ભિનાશ છો તમે
માળાની ઝંખના નથી મારા વિહંગને
મુજ શ્વાસમાં લિંપાયું એ આકાશ છો તમે
 
————————————————————————————————-
 
એ થાસે નારાજ તો વધારે સતાવીશ,
એના વિચારો થકી હુ સપનામાં આવીશ્,
મે તો લખી નાખ્યુ છે જીવન એના નામે,
એક દિવસ જોઈ લે જો એની પાસે પણ લખાવીશ્
————————————————————————————————-
 
મતલબ વિનાની લાગણી મળતી નથી અહીં,
દિલમાંય માનવીના અહીં તો દિમાગ છે.
 
————————————————————————————————-