આજે પણ એની જ રાહ જોવાય છે,
અને આ રીતે જ પ્રેમ અનુભવાય છે,
કદાચ એને ખબર ન પણ હોય,
કેટલી ગઝલો એના માટે રચાય છે,

એ સ્થળ આજે પણ છે હયાત,
ત્યાં જાઉં છું ને એ જ મને દેખાય છે,
કદાચ એને ખબર ન પણ હોય,
કેટલા સપનાઓ એના-મારા માટે જોવાય છે,

મારા હ્રદયમાં આજે પણ એનું જ નામ છે,
એના નામ સાથે જ પૂરવ નામ લેવાય છે,
કદાચ એને ખબર ન પણ હોય,
એક એનો પ્રેમ છુપાવવાં કેટલું બદનામ થવાય છે. . .

લેખક/રચયિતા : અજ્ઞાત (કોઈને જાણ હોય તો જણાવવા વિનંતી)

Advertisements