દાદાગીરી ક્યાં સુધી?

હમણાં ગયા અઠવાડિયે ફરીથી એક એવા સમાચાર વાંચવામાં આવ્યા કે વાંચીને અજુગતું લાગે. સમાચાર હતા “બીગ બોસમાં પાકિસ્તાની પ્રતિસ્પર્ધીઓના કારણે તે શો બંધ કરવા માટે મનસે-શિવસેનાએ તેના સામે વિરોધ કર્યો

હવે મને એ સમજ નથી પડતી કે કોઈ પાકિસ્તાની પ્રતિસ્પર્ધીને લેવાથી મનસે -શિવસેનાને શું વાંધો આવે? અને જો તેમને ખરેખર દરેક પાકિસ્તાની સામે વાંધો છે તો પછી હમણાં જ સ્ટાર પ્લસ પર પૂરો થયેલ કાર્યક્રમ “અમુલ છોટે ઉસ્તાદ – દો દીલોકી એક આવાઝ”માં તો અડધા પ્રતિસ્પર્ધી પાકિસ્તાનના છે પણ એની સામે કેમ કોઈ વિરોધ ના દર્શાવ્યો? અત્યારે ચાલી રહેલા ઝી ટીવીના કાર્યક્રમ “સારેગામાંપા સિંગિંગ સુપરસ્ટાર”માં પણ પાકિસ્તાની પ્રતિસ્પર્ધીઓ છે પણ તેની સામે પણ વાંધો નથી.. કારણ જણાવી શકશો?

રાજકારણમાં રહેવું હોય તો ગમે તે રીતે સમાચારમાં આવતા રહેવું પડે એ વાત તો બધાને ખબર છે અને એની માટે રાજકારણીઓ ગમે તો બહાના શોધતા ફરતા હોય છે પણ આ સમાચારમાં આવવાની હોડમાં તમે દાદાગીરી પર ઉતરી જાવ અને પોતાનો કક્કો સાચો છે તેવું બતાવવા માટે આખ શહેરમાં દરેક કેબલવાળાને કહી દો કે કલર્સ ચેનલનું પ્રસારણ બંધ કરી દો એ કેવી રીત? અને પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે પાછા ચેનલ પાસે લેખિતમાં માફી મંગાવો છો અને તેના પછી જ ચેનલનું પ્રસારણ ચાલુ થવા દો છો. (આજના સ્પર્ધાના યુગમાં એવું પણ બની શકે કે કલર્સ ચેનલવાળાઓએ ખુદ આ શોની પ્રસિદ્ધિ માટે આ ગતકડું કરાવ્યું હોય)

થોડા સમય પહેલા જ જયારે એક ફોટો જોવામાં આવ્યો હતો જેમાં શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરે પોતાના ઘરે પાકિસ્તાની ખેલાડી જાવેદ મિયાદાદને મળતા દર્શાવ્યા છે અને હવે તેમની પાર્ટી અમુક પાકિસ્તાની માણસોનો વિરોધ કરે છે. કેવો વિરોધાભાસ….

ભગવાન બધાને સદબુદ્ધિ આપે અને આ શહેરમાં શાંતિ જાળવી રાખે.

10 thoughts on “દાદાગીરી ક્યાં સુધી?

    1. બુજતો દીવો વધારે ફફડે. આવી હાલત છે બાલ-ઠાકરે ની.

      Like

  1. ચોર ત્યારે ચોરી કરે જયારે પોલીસ ઊંઘતી હોય અને ત્યારે પણ જયારે પોલીસમાં ચોર ને અબુ કરવાની મર્દાનગી ના હોય. મુંબઈ માં પણ કૈક આવું જ છે.
    શિવ-સેના અને મનસે દાદા-ગીરી કાર્ય કરે અને કોંગ્રેસ સરકાર બેઠી બેઠી જોયા કરે.

    Like

    1. મુંબઈ માં જેટલા પણ અભણ-બેરોજગાર છે તે બધા શિવ-સેના કે મનસે માં જોડાય છે. શિવ-સેના, મનસે માં જોડવા માટે તમારે અભણ-બેરોજગાર હોવું જરુર્રી છે અને મારામારી-દાદાગીરી કરતા તો આવડવું જ જોઈએ.

      Like

  2. અરે શિવસેના (અને હવે મ.ન.સે. પણ) નો પાયો જ કારણ વગરના વિવાદો પર રચાયો છે. વિરોધાભાસ માત્ર હિરેનભાઈએ કહ્યા તેટલા જ નથી. મરાઠી મરાઠીના ગીત ગાતા અને મરાઠી સિવાય બધી ભાષાઓને પરદેશી ગણતા ઠાકરે કુટુંબના નબીરાઓ (દા.ત. શ્રી આદિત્ય ઠાકરે) પોતે જ અંગ્રેજી માધ્યમમાં ભણે છે અને પોતે જ એનો વિરોધ પણ કરે છે. આવી તો કંઈક વાતો છે. પણ આપણી પ્રજામાં -એટલે કે આપણામાં જ-અક્કલ જોઈએ ને?આપણે નેતાઓની વાતોમાં તણાઈને આવેશમાં આવી જઈએ છીએ અને આવા નેતાઓને આપણે જ ચૂંટી કાઢીએ છીએ. દરેક વ્યક્તિ મત આપતી વખતે નેતાઓના ભાષણો યાદ રાખે છે, પણ એમનું આચરણ કોણ જૂએ છે? એમનું શિક્ષણ, ચારિત્ર્ય? જ્યાં સુધી અક્કલબુઠ્ઠી પ્રજા છે ત્યાં સુધી નેતાઓ રાજ કરવાના જ.

    Like

  3. લાંબા સમય સુધી તમે મોટાં સમુહને મુરખ ના બનાવી શકો!!! પ્રજા હવે જગ્રુત થતી જાય છે હવે મતદારો રબ્બર સ્ટેમ્પ રહ્યાં નથી.. માટે આવાં ગતકડાં હવે આઉટ ઓફ ડેટ ગણાય

    Like

Leave a reply to કનકવો (Jay's Blog) Cancel reply