દીકરો વારસ છે તો દીકરી પારસ છે

દીકરો વંશ છે તો દીકરી અંશ છે.

દીકરો આન છે તો દીકરી શાન છે.

દીકરો તન છે તો દીકરી મન છે,

દીકરો માન છે તો દીકરી ગુમાન છે.

દીકરો સંસ્કાર છે તો દીકરી સંસ્કૃતિ છે.

દીકરો આગ છે તો દીકરી બાગ છે.

દીકરો દવા છે તો દીકરી દુવા છે.

દીકરો ભાગ્ય છે તો દીકરી વિધાતા છે.

દીકરો શબ્દો છે તો દીકરી અર્થ છે.

દીકરો ગીત છે તો દીકરી સંગીત છે.

દીકરો પ્રેમ છે તો દીકરી પૂજા છે.

– અજ્ઞાત

નોંધ: આ રચના મેં ટાઇપ કરી નથી. મને આ રચના ગમી એટલે મારા વાંચકો સુધી પહોચાડવા મારા બ્લોગમાં ઉમેરું છું