આ દુનિયામાં દરેકને ગમતી વસ્તુ નથી મળતી,

મળવા ખાતર મળી જાય છે બધુ પણ મનને શાંતિ નથી મળતી,

કોઈક એવું હોય છે જેને પામવા મન સતત અધીરું હોય છે,

પણ મનની અધીરાઈ સમજી શકે તેવી વ્યકિત નથી મળતી.

જેને શોધતા હોય છે નયન તેવી છબી નથી મળતી,

મનમાં અવિરત તરવરતી હોય છે એ આકૃતિ નથી મળતી,

પ્રેમમાં મળી તો જતા હોય છે મન પણ નસીબની રેખા નથી મળતી,

ચાલી નીકળે છે બધા પ્રેમના માર્ગે પણ દરેકને મંજિલ નથી મળતી.

– અજ્ઞાત

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ-મેલ

Advertisements