ગયા ફીફા વર્લ્ડ કપનો સાચો હીરો “ઓક્ટોપસ પૌલ”, જેણે ફૂટબોલ મેચોની એકદમ સાચી ભવિષ્યવાણી કરી હતી (જે દુનિયાભરના ફૂટબોલ મેચ રસિકોની ધારણાઓ કરતા અલગ હતી). એ ઓક્ટોપસ પૌલબાબા બે દિવસ પહેલા અવસાન પામ્યા….

તો હવે એમના ગયા પછી કેવા કેવા પ્રશ્નો ઉભરી શકે તેના વિષે ચિંતન:

  • હવે સટ્ટો રમવા માટે લોકો કોના પર ભરોસો કરશે?
  • આવતા વર્લ્ડ કપ વખતે છાપાં વાળાઓ કોની ભવિષ્યવાણી છાપશે? (મને લાગે છેકે આપણા ભવિષ્યવેતા પાસે તો પોપટ છે તો આપણે ચિંતા કરવાની જરુર નથી 😀)

નોંધ: પૌલ બાબાના અવસાનનુ કારણ  એ નથી કે કોઈએ પૌલને સવાલ પુછ્યો કે “ફીફા મા ભારત ની ટીમ ક્યારે આવશે?” 😉

ભગવાન, પૌલના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.

Advertisements