દિવાળીના શુભ દિવસે હું તમારી સુધી મારી સૌથી પ્રિય ગઝલ પહોચાડવા માગું છું.
  
  
અશ્રુ વિરહની રાતના ખાળી શક્યો નહિ
પાછા નયન ના નુરને વાળી શક્યો નહિ
હું જેને કાજ અંધ થયો રોઇ રોઇ ને
તે આવ્યા તારે એને નિહાળી શક્યો નહિ

નયનને બંધ રાખીને મે જયારે તમને જોયા છે
તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે

ઋતુ એકજ હતી પણ રંગ નો‘તો આપણો એક જ
મને સહેરા એ જોયો છે બહારે તમને જોયા છે

પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઇ
નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે

હકીકતમાં જુઓ તો એય એક સપનું હતું મારુ,
ખુલી આખે મે મારા ઘરના દ્રારે તમને જોયા છે

નહિ તો આવી રીતે તો તરે નહિ લાશ દરિયામાં
મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે

રચયિતાઃ- બરકત વિરાણી ‘બેફામ’

  
શબ્દાંકન સ્ત્રોત: ટહુકો