સમય વહી જાય છે,જીવન વીતી જાય છે,
સાથીના સાથ છૂટી જાય છે, આંખમાંથી આંસુ વહી જાય છે,
જીવનમાં મળે છે ઘણા લોકો, યાદ બહુ થોડા રહી જાય છે !

—————————————————————————————

પ્રેમમાં મીઠી વેદના મળી છે, એ બહુ છે….
સ્વપ્નોને નવી દિશા મળી છે, એ બહુ છે…
પ્રેમ પૂરો થયો કે અધૂરો રહયો વાત એ નથી
પ્રેમ કરવાનો અવસર મળ્યો એ બહુ છે…

—————————————————————————————

એક સરસ સમજવા જેવી વાત:
“પૈસા માટે પરસેવો પાડનારા ઘણા છે,
પરંતુ પર-સેવા માટે પરસેવો પાડનારા કોક જ હોય છે”

—————————————————————————————

પાણી-પૂરી વાળાની વ્યાખ્યા શું?
જ: એક એવો માણસ જેની સામે પૈસાદાર માણસ પણ
“કટોરો” લઈને એક મસાલા પૂરી માંગતો હોય.

—————————————————————————————

પૃથ્વી પરનું સોનેરું સત્ય:
દરેક પત્ની તેના પતિ માટે રાણી ના પણ હોય,
પરંતુ દરેક છોકરી હમેશા તેના પિતા માટે રાજકુમારી હોય છે.

—————————————————————————————

Advertisements