મારી છેલ્લી પોસ્ટ ગુજરાતી ભેજું માટે મને વિનયભાઈ તરફથી કોમેન્ટ મળી કે આ તેમનું ક્રીએસન છે (મતલબ કે તેમને આ અંગ્રેજી જોક્સને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે) એટલે મારે મારા બ્લોગ પરથી તેને હટાવી લેવો જોઈએ.

તે કોમેન્ટ હું ઓફીસમાં આજે આવ્યો ત્યારે જોઈ… પણ ત્યાં સુધીમાં વિનયભાઈ ઓનલાઈન હતા એટલે તેમને મારી સાથે જીમેલ પર ચેટ શરુ કરી.  તેમને મને તેમની કોમેન્ટની વાત કરી અને કીધું કે આ અનુવાદ એમને ઘણા સમય પહેલા કરેલો છે જે તેમની સાઈટ પર પ્રસિદ્ધ થયેલો છે.
એટલે મેં સહજ ભાવે એમને પૂછ્યું કે મને મને તમારી પોસ્ટની લીન્ક આપો જેથી મને પણ ખાતરી થાય કે આ તમારી પોસ્ટમાંથી કોપી કરીને ઈ-મેલ કરવામાં આવ્યો છે. (બરાબર છે ને?)

એમનું કહેવું છે કે તે ટુર પર છે અને તેમની સાઈટ હજુ પણ ડાઉન છે.(બંને વાત સાચી છે)
પણ હવે મારો સવાલ એ છે કે જે સાઈટ ડાઉન છે અને તેની કોઈ પોસ્ટ હું જોઈ નથી શકતો એટલે જો હું ઈન્ટરનેટ પર શોધત તો પણ મને ખબર ના પડત કે આ વિનયભાઈના બ્લોગ પર છે કારણ કે તેમની સાઈટ ડાઉન છે…

મને વિનયભાઈ પર ભરોસો છે અને હું એ પોસ્ટ મારા બ્લોગ પરથી હટાવવા તૈયાર પણ થઈ જાત પણ ત્યાં જ તેમને મને કીધું કે થોડા શબ્દો બદલી દેવાથી તે નવું ક્રીએસન નથી થઈ જતું એટલે મને શક થયો કે શું તે ખરેખર તેમના બ્લોગ પરથી કોપી કરવામાં આવ્યું છે?  (મેં હજુ સુધી તે પોસ્ટ હટાવી નથી માત્ર પાસવર્ડ પ્રોટેકટેડ કરી છે.)

સવાલ ૧: આ સ્તીથીમાં જો મેં એ પોસ્ટ પ્રસિદ્ધ કરી છે તો શું મેં કોપીરાઇટ નિયમનો ભંગ કર્યો છે?

સવાલ ૨: શું મારે આ પોસ્ટ મારા બ્લોગ પરથી હટાવી દેવી જોઈએ?

નોંધ: હું તો બ્લોગ-જગતમાં માત્ર ૬-૭ મહિનાથી જ છું એટલે મને કદાચ ઓછી સમજ પડે છે એટલે મને આ સ્તીથી સમજવામાં મદદ કરો.

Advertisements