ગભરાઈ ગયા કે આ કયો દિવસ આવ્યો પાછો?? ગભરાવાની જરૂર નથી કારણકે આ કોઈ નવો દિવસ નથી પણ આ તો છે અમેરિકામાં વર્ષોથી ઉજવાતો “થેન્ક્સ ગીવીંગ ડે“. ચાલો આપણે આ દિવસનો ઈતિહાસ જાણીએ.
 
સાલ ૧૮૬૩માં સિવિલ વોર દરમિયાન પ્રેસિડેન્ટ અબ્રાહમ લિન્કને નવેમ્બર ૨૬ ના દિવસને રાષ્ટ્રીય દિવસ “થેન્ક્સ ગીવીંગ ડે” તરીકે ઉજવવાનું જાહેર કર્યું હતું, ત્યારબાદ દરેક વર્ષે આ દિવસ નવેમ્બર મહિનાના ચોથા ગુરુવારે ઉજવાય છે.
 
આમ તો આ દિવસના મૂળ સાલ ૧૬૨૧ સુધી જાય છે જયારે પ્લાયમાઉથ કોલોનીના યાત્રાળુઓએ ઇંગ્લેન્ડની જાનલેવા શિયાળામાંથી હેમખેમ બચી જવા માટે પ્રથમ થેન્ક્સ ગીવીંગ ડે મનાવ્યો હતો જેનો મૂળ હેતુ ભગવાનનો આભાર માનવાનો હતો. આ પ્રથમ થેન્ક્સ ગીવીંગ ડે ત્રણ દિવસ ચાલ્યો હતો. (અને હવે ચાર દિવસ ચાલે છે.. જાણવું છે કેવી રીતે?? કારણકે થેન્ક્સ ગીવીંગ ડે ગુરુવારે આવે છે એના પછી શુક્રવારની મોટાભાગે રજા હોય અને પછી શનિ-રવિ એટલે થયા ને ચાર દિવસ 😉 ).
 
આ દિવસે સગાવહાલા અને મિત્રો ભેગા થઈને એક સાથે જમવાનો લાહવો માણે છે અને આ થેન્ક્સ ગીવીંગની રજાઓ એ આખા વર્ષમાં પ્રવાસ માટેનો સૌથી વ્યસ્ત સમય ગણાય છે.
 
માહિતી સ્ત્રોત: વિકિપેડિયા
Advertisements