દુઃખમાં રડી લેવાની પણ મઝા અનેરી હોય છે,
હારેલી જીન્દગી જીવવાની પણ મઝા અનેરી હોય છે.

કીનારા પર વહાણ હંકારનારાઓ તમને શું ખબર,
તુફાનમાં કશ્તી ગુમાવવાની પણ મઝા અનેરી હોય છે.

તમામ ઉંમર જેને પામવાની તડપ હોય પરંતુ,
તેને મેળવીને ગુમાવાની પણ મઝા અનેરી હોય છે.

બે હાથ વડે જીન્દગી ઉલેચનારાઓ એટલું પણ જાણો કે,
છેલ્લા શ્વાસે હથેળી ખાલી જોવાની પણ મઝા અનેરી હોય છે.

એક વાટ પકડીને ચાલનારાઓ મંજિલ જરૂર પામે છે,
પરંતુ માર્ગમાં ભટકી જવાની પણ મઝા અનેરી હોય છે.

દુનીયા જીતનારા ઘણાં સીકંદરો ભૂલાઈ ગયાં ,
એક-બેના દીલ જીતી ચાલી જવાની પણ મઝા અનેરી હોય છે…

 
લેખક: અજ્ઞાત (એક જગ્યાએ આ જ પોસ્ટના લેખક તરીકે ગૌતમ ધોલેરીયાનું નામ મળ્યું પણ મને વધારે માહિતી નથી).
 
સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ-મેલ