ભાભી અને ભાઈ

તારીખ ૩ જી ડીસેમ્બર, ૨૦૦૦ના દિવસે મારા ભાઈ અને ભાભી લગ્નગ્રંથીથી જોડાયા હતા અને ગયા શુક્રવારે તેમને ૧૦ વર્ષ પુરા કર્યાં તે અવસર પર ફરીથી જૂની યાદો તાજી થઈ ગઈ.

૨૦૦૦ની સાલમાં હું મારો કોલેજ અભ્યાસ કરી રહ્યો હતો અને તે પણ ઘરથી લગભગ ૨૫૦ કિમી દુર એટલે મહીને માત્ર એક જ વાર હું ઘરે જઈ શકતો હતો અને (જે લોકો ઈજનેરી શાખામાં અભ્યાસ કર્યો છે તેમને ખબર હશે કે જયારે બધાને વેકેશન હોય ત્યારે આપણને વાંચવાની રજાઓ પડે અને પછી તરત જ આપણી પરીક્ષા હોય) મારી ઈજનેરી પરીક્ષા જે નવેમ્બરમાં પૂરી થઈ જવાની હતી તે થોડી મોડી લઇ જવાઈ અને મારી કરમની કઠણાઇ કહો કે બીજું કઈ પણ મારી પરીક્ષા મારા ભાઈના લગ્ન વખતે જ આવી, મારી હાલત ખરાબ થઈ ગઈ. મારે શુક્રવારે એક પરીક્ષા આપવાની હતી અને પછી ઘરે જવા નીકળ્યો અને રવિવારના લગ્ન પતાવી મારે ફરીથી જલ્દી પાછા ફરી મારે સોમવારે એક પરીક્ષા આપવાની હતી. 😦
પણ આ કપરી પરિસ્થિતિમાં પણ હું સારા ગુણાંક સાથે પાસ થતા બધાની ખુશીનો પર ના રહ્યો. (જોકે આનું કારણ એ પણ હતું કે મને પહેલેથી આ સ્થિતિની જાણ હતી અને મેં તેને અનુરૂપ પહેલેથી જ તૈયારી કરી રાખી હતી).

આ પરિસ્થિતિમાંથી પસાર થયા પછી શીખ મળી કે દરેક વખતે તમને તમારી અનુકુળ પરિસ્થિતિ મળશે એવું જરૂરી નથી પણ તમારે દરેક પરિસ્થિતિમાં જીન્દગીને માણવી જોઈએ અને પરિસ્થિતિને અનુરૂપ પગલા લેવા જોઈએ.

Advertisements