રોજ મળું છું સ્વપ્નમાં હું એને ,
છતાંય મિલનની ઝંખના રાખું છું ,

એના સુંદર હાસ્યની લહેરોને ,
હું મારા અશ્રુના સમંદરમાં રાખું છું ,

નજર લાગે નહીં કોઈની પણ એને તેથી જ ,
હું એને મારી નજરમાં રાખું છું ,

એનો પડછાયો બનીને રહી શકું તેથી જ ,
હું એને હૃદયના પાલવમાં રાખું છું ,

મારી દ્રષ્ટિને પારખી શકે એ તેથી જ ,
હું મારી જાતને એકાંતમાં રાખું છું ,

જાણ નહીં થાય એને મારા પ્રિતની તેથી જ ,
મારા હાલને ફક્ત ગઝલમાં રાખું છું ,

દુખી થઉં નહીં ક્યારેય તેથી જ ,
હું સદાય એની જ યાદોનું સ્મરણ મનમાં રાખું છું…

લેખક: અજ્ઞાત (એક જગ્યાએ આ જ પોસ્ટના લેખક તરીકે પાર્થ શાહનું નામ મળ્યું, પણ મને વધારે માહિતી નથી).

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ-મેલ

Advertisements