મારી જાણકારી પ્રમાણે છોકરો કે છોકરી જન્મવા માટે માતા કરતા પિતા વધારે જવાબદાર હોય છે…

કેવી રીતે? તો વાંચો.

દરેક પુરુષમાં બે ક્રોમોઝોમ હોય છે (X અને Y) અને દરેક સ્ત્રીમાં માત્ર એક ક્રોમોઝોમ હોય છે (X).

એટલે જો X અને X મળે અને બાળક જન્મે તો તે છોકરી હોય  (X + X = છોકરી)

અને જો X અને Y મળે અને બાળક જન્મે તો તે છોકરો હોય. (X + Y = છોકરો)

સ્ત્રી પાસે માત્ર એક જ ક્રોમોઝોમ હોય છે જે બાળકની જાતિ નક્કી કરતુ નથી તે તો માત્ર પુરુષના ક્રોમોઝોમને આધાર આપે છે. એટલે બાળકની જાતિ તો પુરુષનો ક્રોમોઝોમ નક્કી કરે છે..

મતલબ કે જો કોઈ દંપતીને છોકરો ત્યારે જ થઈ શકે જયારે પુરુષનો Y ક્રોમોઝોમ સ્ત્રીના X ક્રોમોઝોમ સાથે મળે. (કારણ કે સ્ત્રીને તો Y ક્રોમોઝોમ છે જ નહિ)

આટલી જાણકારી પછી પણ, જો સમાજમાં છોકરો ના થતી વહુઓને સળગાવી નાખવામાં આવતી હોય તો તેને તમે શું કહેશો?

મારા મત મુજબ તો તે વહુઓના પતિઓને સળગાવવા જોઈએ.. નહિ?

નોંધ: આજની તારીખમાં પણ એવા દાખલા જોવા મળે છે જેમાં છોકરો ના થવા માટે વહુઓનો દોષ કાઢવામાં આવે છે

Advertisements