હું સારો છું પણ લોકો ખરાબ કહે છે,
બગડી ગયેલો નવાબ કહે છે,
હું તો એવો બદનામ થઈ ગયો છું કે
પાણી પણ પીવું તો લોકો શરાબ કહે છે.
————————————-
લખું તો છું પણ લખતા પેન અટકે છે,
તમને યાદ કરતા દિલના તાર રણકે છે,
મોટા માણસ અમને યાદ નહિ કરે જાણું છું,
તેમ છતાં નઝર મોબાઈલ પણ વારે વારે અટકે છે.
————————————
પ્રશ્ન: પ્રેમ ક્યાં બને છે?
જવાબ: ચીનમાં… કારણકે એની ના કોઈ વોરંટી હોય અને ના કોઈ ગેરંટી.
————————————
પ્રેમ એ ડોકોમો – કઈક નવું કરો
લગ્ન એ આઈડિયા – તમારી જીન્દગી બદલી શકે
પત્ની એ વોડાફોન – તમે જ્યાં જશો ત્યાં તમારી પાછળ આવશે પરંતુ
દોસ્તી એ એરટેલ – એક અતુટ બંધન
——————————————

નોંધ: આ એસએમએસ મને અલગ-અલગ ભાષામાં મળ્યા હતા, મેં એનું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.