સુખને વેચતા શીખો અને દુઃખને સહેતા શીખો
આંસુ લૂછતાં શીખો અને કોઈને હસાવતા શીખો
પ્રેમ તો બે પળ છે તે બે પળને પણ આખી જીન્દગી જીવતા શીખો…

——————————————————————————————–

ના ધારા સુધી ના ગગન સુધી
ના ઉન્નતી કે પતન સુધી
આપણે તો જવું છે
બસ એકબીજાના “મન” સુધી…

——————————————————————————————–

રૂઠેલાને મનાવતા આવડે છે,
દુઃખમાં ડૂબેલાને હસાવતા આવડે છે,
હું દુઃખી લોકોને ખુશ કરી દઉં છું,
અને લોકો કહે છે આ પાગલને માત્ર હસતા જ આવડે છે…

——————————————————————————————–

“દર્પણ આપનો સાચો દોસ્ત છે કારણકે જયારે આપણે રડતા હોઈએ ત્યારે તે કદી હસતો નથી.”

——————————————————————————————–


નોંધ: આ એસએમએસ મને બીજી ભાષામાં મળ્યા હતા, મેં એનું ગુજરાતીમાં અનુવાદ કરેલ છે.