એક પ્રેમિકા પોતાના પ્રેમીને એક આખો દિવસ પોતાના વગર કોઈપણ સંપર્ક કર્યાં વિના રહેવાની ચેલેન્જ આપે છે અને કહે છે કે જો તે તેમાં પાસ થશે તો તેણી તેને આખી જીન્દગી પ્રેમ કરશે.

પ્રેમી તેની પ્રેમિકાની આ ચેલેન્જ સ્વીકારી લે છે અને તે આખા દિવસ દરમિયાન તેની સાથે કોઈ સંપર્ક નથી કરતો (તેને કોઈ અણસાર નથી કે તેની પ્રેમિકાના આ છેલા ૨૪ કલાક છે કારણ કે તે કેન્સર નામના જીવલેણ રોગથી પીડાય છે).

તે ઘણી ખુશી સાથે તેની પ્રેમિકાના ઘરે જાય છે અને આઘાતમાં સારી જાય છે જયારે તે જુવે છે કે તેની પ્રેમિકા એક શબ-પેટીમાં છે અને તેના હાથમાં એક ચિઠ્ઠી છે જેમાં લખ્યું છે “મને વિશ્વાસ છે કે તે કરી બતાવ્યું મારી જાન, શું તું આખી જીન્દગી કરી શકીશ?” 😦 (સ્ત્રોત: ફોર્વર્ડેડ એસએમએસ)

બોધ: આ વાંચીને તરત જ વિચાર આવ્યો કે, આપણને ખબર છે કે આપણા હાથમાં કશું નથી તે છતાં આવી અણધારી મુસીબતો વિષે આપણે વિચારતા જ નથી અથવા તો અવગણીએ છીએ.

સવાલ: આ વિચાર અત્યારે એટલા માટે વધારે મગજમાં ચાલે છે કારણકે ઇન્કમ ટેક્ષ માટેના પ્રૂફ માટે તૈયારી કરતો હતો તો વિચાર આવ્યો કે કેટલો વીમો લેવો જોઈએ? ભગવાન ના કરે અને જો કોઈ અનહોની થાય તો શું?

Advertisements