દોસ્તી દિલની વાત છે કોઈ રીવાજ નથી
દોસ્તી વિશ્વાસ છે કોઈ બનાવટ નથી
દોસ્તી હકની વાત છે કઈ ફરજ નથી
દોસ્તી તો ઈચ્છા છે કોઈ જબરજસ્તી નથી.

દોસ્ત કોણ છે?
એ જે બોલાવ્યા વગર આવે,
કોઈ કારણ વગર માથું ખાય,
તમે એને એક બોલો અને તે તમને ચાર સંભળાવે,
કોઈક વાર સતાવે, કોઈક વાર રડાવે,
પરંતુ હમેશા સાથ નિભાવે.(જેવા મારા વાંચક મિત્રો)

એક સાચો મિત્ર
તમને પરેશાન કરે જયારે તમે એને “ઉદાસ છું” કહો,
તમારી પર હસે જયારે તમે એને “હું દિલગીર છું” કહો,
સ્મિત કરે જયારે તમે તેને “મિસ યુ” કહો
જોરદાર લાત મારે જયારે તમે તેને “વ્યસ્ત છું” કહો

જે પળ-પળ બળે તે “દીપક”
જે પળ-પળ મહેકે તે “ખુશ્બુ”
જે પળ-પળ ધડકે તે “હૃદય”
જે પળ-પળ યાદ આવે તે “તમે” અને
જે પળ-પળ તમને યાદ કરે તે “અમે”

Advertisements