આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી,
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

મારું સ્વમાન રક્ષવા જતાં કદી કદી,
હું કરગરી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

કંટકની માવજતમાં અચાનક ઘણી વખત,
ફૂલો સુધી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

વાતાવરણમાં ભાર છે મિત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી.

-હરીન્દ્ર દવે (સ્ત્રોત : ફોર્વર્ડેડ ઈ-મેલ)

આ એસએમએસ મારા એવા વાંચકો માટે જે ઘણા સમય પછી મારા બ્લોગ પર આવ્યા છે:

જયારે સમય મળે ત્યારે યાદ(વિસિટ) કરો છો,
મૂડ હોય ત્યારે વાત(કોમેન્ટ) કરો છો,
એક સમય હતો જયારે એક પળ નહોતા રહી શકતા આ દોસ્ત(ના બ્લોગ) વિના
અને હવે યાદ(વિસિટ) પણ ઘણા સમય પછી કરો છો.

Advertisements