બ્લોગ-મિત્રોની મુલાકાત

આમ તો હું છેલ્લા ચાર પાંચ દિવસથી વડોદરામાં છું (કારણ નહિ જ આપું કારણ મને ગમે છે 🙂 – મનહર ઉધાસની એક ગઝલમાંથી) પણ બે દિવસ પહેલા હર્ષદ(માધવ) સાથે ઓનલાઈન વાત કરતા તેમને મને પૂછ્યું કે તમે વડોદરા ક્યારે આવો છો.. આપણે મળીયે એકવાર.. જે લોકોને ખ્યાલ ના હોય તેમની માટે જણાવવાનું કે હર્ષદ(માધવ) વડોદરામાં નોકરી કરે છે.. આમ તો અમે પહેલા પણ વિચાર કરેલો પણ મળી નહોતા શક્યા કારણકે હું વિકેન્ડમાં વડોદરા આવું અને હર્ષદ સુરત ગયો હોય એટલે મળાતું નહોતું અને આ વખતે મોકો સારો હતો એટલે તરત જ નક્કી કર્યું. હર્ષદ સાથે વાત કરતો હતો ત્યારે તેને કહ્યું વેદાન્ગભાઈ પણ વડોદરાના જ છે અને એ પણ મળવા માટેનું કહેતા હતા તો તેમને પણ પૂછી લઈશ.
 
મંગળવારે તો વેદાન્ગભાઈ બહાર હોવાને કારણે મુલાકાત શક્ય ના બની પણ મંગળવાર રાત્રે જ નક્કી કર્યું કે કાલે (એટલે કે બુધવારે) આપણે ચોક્કસ ભેગા થઈશું અને હર્ષદ પાસે બંનેના નંબર હતા એટલે એક-બીજા સાથે વાત કરીને નક્કી કર્યું કે આજે સાંજે છ વાગે મળીયે, મુલાકાત માટે સ્થળ નક્કી કર્યું – ડેરી-ડેન(જે લોકો વડોદરા વિષે જાણતા હશે તેમને ખબર હશે કે ડેરી-ડેન એટલે શહેરની મધ્યમાં અને દરેક વ્યક્તિને ખબર હોય તેવી જગ્યા)…
 
સાચું કહું તો હું ઘરેથી એમ કહીને નીકળ્યો કે આવું છું બે કલાકમાં.. (આઠ વાગ્યા સુધી તો આરામથી ઘરે પહોચી જઈશ) પણ એકવાર આવા બ્લોગ-મિત્રો મળે પછી સમય પર ધ્યાન જાય.. અલક-મલકની વાતો કરતા જયારે છુટા પડવાનું નક્કી કર્યું ત્યારે ઘડિયાળનો કાંટો ૧૦ બતાવતો હતો (મતલબ અમે ચાર કલાક સુધી વાતો કરી) પણ સાચું કહું તો સમય ક્યાં જતો રહ્યો તે ખબર જ ના પડી.. આમ તો મારા વાંચકમિત્રો સમજદાર છે અને સમજદાર ને ઈશારો જ કાફી છે એટલે એ સમજી જ ગયા હશે કે અમે શેની પર સૌથી વધારે વાત કરી હશે.. બરાબર ને?

17 thoughts on “બ્લોગ-મિત્રોની મુલાકાત

Leave a reply to Harshad / Madhav Cancel reply