નીચે દર્શાવેલી સૂચનાઓ મેં એક મુંબઈની હોટેલમાં લખેલા જોયા. આ હોટેલમાં એક આખું પાનું ભરીને સૂચનાઓ લખેલી હતી એમાંથી મને જે મહત્વની લાગી તે અહી દર્શાવું છું.
 
ફોટો સ્પષ્ટ નથી એટલે તેનું અનુવાદ દરેક ફોટા નીચે મુકું છું.
 
સુચના નં. ૧

સુચના નં. ૧

૧) તોફાની છોકરાઓ ક્યુટ છે અને તોડફોડિયા છોકરાઓ હજી વધારે ક્યુટ છે પણ મહેરબાની કરીને તેમને ઘરે મુકીને આવો.

સુચના નં. ૨

સુચના નં. ૨

૨) તમે અહિયાં અતિથી તરીકે આવ્યા છો અને અમે અહી તમને જોઈતા દરેક ભોજન પીરસી’શું તો મહેરબાની કરીને બહારથી જમવાનું લાવશો નહિ.

સુચના નં. ૩

સુચના નં. ૩

૩)  અમે સ્વીકારીએ છીએ કે પાલતું જાનવરએ સુંદર સાથ છે, પણ અહી હોટેલમાં તમારો સાથ ભોજન અને મિત્રો હશે.
 
સુચના નં. ૪

સુચના નં. ૪

 
૪) જે રીતે તમે તમને મનગમતા ભોજન (મેનુંના બહાર પણ)નો ઓર્ડર આપવાનો હક ધરાવો છો, તેવી જ રીતે અમે તે વસ્તુનો ભાવ નક્કી કરવાનો હક છે. 
 
સુચના નં. ૫
સુચના નં. ૫

 

૫) મહેરબાની કરીને શૌચાલયમાં ગયા પછી દિવસે સપના ના જોશો, વિકેન્ડમાં તો ખાસ.

 

તમને કઈ સુચના ગમી?? 🙂