તારીખ ૨૧મી જાન્યુઆરી ૧૯૮૧ના દિવસે મારું આ દુનિયામાં આગમન થયું એટલે આજે મેં ત્રીસ વર્ષ પુરા કર્યાં.
 
મારા વાંચકમિત્રો વિચારતા હશે કે હજી બે દિવસ પહેલા તો ખુશખબર આપી હતી અને તરત બીજી.. જો બાપ-દીકરી બંનેની જન્મતારીખ એક જ આવી હોય તો કેવી મજા!!!
 
પણ મારી દીકરી જરા વધારે હોશિયાર(અત્યાર થી જ!!) છે એને વિચાર્યું કે જો એવું થશે તો એક જ પાર્ટી મળશે એટલે એને વિચાર્યું હશે કે એક કામ કરું, બે દિવસ વહેલા જ આવી જાવ એટલે ૧૯મીના દિવસે જોરદાર પાર્ટી કરવાની પછી ૨૦મી તારીખે આરામ કરી લેવાનો એટલે પછી ૨૧મી તારીખે ફરીથી પાર્ટી કરી શકાય.. કેટલા ઉચ્ચ વિચાર… બરાબર ને?? 😉
Advertisements