આંસુની પણ બચત કરો,કામ લાગશે
એ કસબ હસ્તગત કરો,કામ લાગશે.
 
અધર મળે જો સ્મિત મઢ્યા તો એના પર,
હોઠોથી દસ્તખત કરો, કામ લાગશે.
 
તાર કસેલું મળે તણખલુ તો એની
થોડી પણ સંગત કરો, કામ લાગશે.
 
ઊંઘની સંગ ઉંબરો ઓળંગે જો સમણાં
તો હરિઓમ તત્સત કરો,કામ લાગશે.
 
લાગણીઓનુ લગવું બાંધે એવી કંઈ
ઊભી બસ નિસબત કરો, કામ લાગશે.
 
ઉપકારોની ખેંચ સતત વરતાય હવે,
પગભર થઈને પરત કરો, કામ લાગશે.
 
સુખ તો ભમતા ભૂત સમુ છે, સ્વીકારી
દુ:ખની પણ ખિદમત કરો,કામ લાગશે.
 
-નવનીત ઠક્કર
 
સ્ત્રોત : ફોર્વર્ડેડ ઈ-મેલ
Advertisements