ધીરુભાઈ અંબાણીનું વિલ તો તેમના છોકરાઓના નામ પડ્યા ત્યારથી જ નક્કી હતું….
મુ-કેશ (CASH) અને
અ-નીલ(NIL)…
સીધું, સરળ અને સત્ય 😉

————————————————————————————————

તમારી જીન્દગીની સૌથી હાસ્યાસ્પદ પળ કઈ હતી??
જયારે મને પરીક્ષામાં શું લખવું એની સમજ નહોતી પડી રહી અને સુપર-વાયઝર મારી પાસે આવીને કહે
“સીધો બેસ દીકરા, પાછળ વાળો જોવે છે”… 🙂

————————————————————————————————

એક બાપુએ ઝેરોક્ષની દુકાન ખોલી અને પોતાની હોશયારી(!) સાબિત કરવા માટે એક મોટું હોર્ડિંગ લગાવ્યું
“દરેક ભાષામાં ઝેરોક્ષ કરી આપવામાં આવશે” 😀

————————————————————————————————

ગામમાં વીજળી આવાની હતી એ ખુશીમાં બધા લોકો નાચી રહ્યા હતા… બધા એ જોયું કે એક કુતરું પણ ઝૂમી રહ્યું છે…
લોકોએ પૂછ્યું, “તને કઈ વાતની ખુશી છે?”
કુતરાએ હસીને જવાબ આપ્યો: “વીજળી આવશે તો થાંભલા પણ લાગશે ને” 😛

————————————————————————————————

Advertisements