આજે એક એવી રચના લાવ્યો છું જે આજના યુગમાં પરદેશમાં રહેતા ભારતીયોની મનોદશાને સરસ રીતે વર્ણવે છે… મને આશા છે કે તમને આ પસંદ આવશે.

વાયરા આવેરે વતનથી, લઈને નીતનીત રૂડા સંદેશ;
આંખડી અમારી છતાંય રોતી મન લાગે ન પરદેશ.

સંગે રહેવાનું મન હતું પણ જાતે વહોર્યો વનવાસ,
ડોલર પાછળ દોડિયા, પછી ક્યાંથી મળે સહવાસ?

વતનની યાદ આવે છે ને ભલે રુએ છે આંખડી,
માયા ડોલરની છૂટતી નથી શી દશા છે આપડી!

– જયંતી પટેલ

સ્ત્રોત: ફોર્વર્ડેડ ઈ-મેલ

Advertisements