જ્યાં જ્યાં નજર મારી પડે, ત્યાં ત્યાં મચ્છર કરડ્યો છે આપને,
ક્યારેક ડેંગ્યુ થયો છે તો ક્યારેક મલેરિયા થયો છે આપને.

જાણું છું પહોચી નથી શકતા સમયસર ક્યાંય શહેરમાં
જ્યાં-ત્યાં ખાડાઓ અને ઠેર ઠેર ટ્રાફિક નડ્યો છે આપને.

રીક્ષા ટેક્સીના બે ચાર રુપિયા માટે જીવ બાળવાનું છોડ
ખાદી, ખાખી, સફેદ ને કાળી વર્દીએ વધુ લૂટ્યોં છે આપને.

મૉલ મલ્ટિપ્લેક્ષ, મોટેલ હોટેલ, ફાઈવસ્ટાર બાર સાથોસાથ
ગંદકી, ગર્દી, ઘોંગાટ, ધૂમડા સાથે પનરો પડ્યો છે આપને.

બે ત્રણ રૂમના ફ્લેટના ચક્કરમાં વહી જશે આખી જીંદગી
“રશ્મિ” જન્મથી મરણ સુધીનો જ સમય મળ્યો છે આપને.

– ડૉ. રશ્મિકાન્ત શાહ
ચર્મરોગ નિષ્ણાંત
કાંદિવલી- વેસ્ટ

સ્ત્રોત : ગુજરાતીકવિતા.કોમ