વીતેલી યાદો તાજી કરવાની મજા આવે છે
જીન્દગી હવે જીવવાની મજા આવે છે
બસ મળે જો મિત્રોનો સાથ ઉંમરભર
જીવન રૂપી આ રમત હારવાની પણ મજા આવે છે.
————————————————————

“સમય અને સમજણ” બંને એક સાથે નસીબદાર માણસ જ ને આવે છે… કારણ કે મોટાભાગે સમય હોય ત્યારે સમજણ નથી હોતી અને જયારે સમજણ આવે છે ત્યારે સમય નથી હોતો…

————————————————————

મેં એને પૂછ્યું “હું ક્યાં છું?”, એને હસીને જવાબ આપ્યો “મારા દિલમાં, શ્વાસમાં, ધડકનમાં…”
તો ફરી મેં પૂછ્યું “હું ક્યાં નથી?” એને ભીની આંખે કહ્યું “મારા નસીબમાં” 😦

————————————————————

છેલ્લે સૌથી અગત્યની વાત…
“હું માત્ર તેની માટે જવાબદાર છું જે હું કહું છું, તમે શું સમજો છો એની માટે નહિ…”

Advertisements