જી હા, તારીખ ૩૧મી માર્ચ ૨૦૧૦ના દિવસે મેં મારા આ બ્લોગની શરૂઆત કરી હતી. મને ખબર છે તમે વિચારતા હશો કે બ્લોગ શરુ કરવા માટે આ તારીખ કેમ પસંદ કરી પણ જેવી રીતે બેંકોમાં (કંપનીમાં પણ) ૩૧મી માર્ચે વર્ષનો હિસાબ થઈ જાય અને પહેલી એપ્રિલથી નવું વર્ષ ગણાય તે રીતે મેં પણ વિચાર્યુ કે ચાલો બ્લોગ ચાલુ કરવા આ જ દિવસ રાખીએ જેથી દર માર્ચ અંતમાં આખા વર્ષનો હિસાબ માંડી શકાય. (બીજું એક કારણ એ પણ ખરું કે પહેલી એપ્રિલે બ્લોગ ચાલુ ના કરાય નહિ તો પછી મારા વાર્ષિક હિસાબવાળી પોસ્ટને લોકો એપ્રિલ ફૂલ માની લે. બરાબર ને?? 😉 )

આજે મારા બ્લોગને એક વર્ષ પૂરું થયું છે તો ચાલો આ એક વર્ષના લેખા-જોખા જોઈએ:

  • આ એક વર્ષમાં (આ પોસ્ટ લખતા પહેલા) બસો સાત(૨૦૭) પોસ્ટ લખી (જેમાંથી મારી અમુક પોસ્ટને ટોપ પોસ્ટની પદવી પણ સાંપડી)
  • આ એક વર્ષમાં મારા બ્લોગ પર ૨૭ હજાર પાંચસો (૨૭,૫૦૦)થી પણ વધારે લોકો પધાર્યા
  • આ એક વર્ષમાં મારા બ્લોગ પર નવસો પચાસ(૯૫૦)થી પણ વધારે ટીપ્પણીઓ મળી. (આમાં મારી ટીપ્પણીઓ કેટલી એવું ના પૂછતા… એ મેં ગણી નથી… 🙂 )
  • આ એક વર્ષમાં મને ઘણા નવા દોસ્તો મળ્યા જેમાંથી મને ૨ મિત્રોને મળવાની તક સાંપડી.
  • આ એક વર્ષમાં હું બ્લોગીંગ વિષે ઘણું બધું શીખ્યો.(હજુ ઘણું શીખવાનું બાકી છે તે પણ સત્ય હકીકત છે)

આ સિદ્ધિ (એક વર્ષ પૂરું કરવાની) માટે હું મારા દરેક વાંચકમિત્રોનો મારા અંતકરણ પૂર્વક આભાર માનું છું કારણકે મારા વ્હાલા વાંચકમિત્રોના પ્રેમ, સહકાર અને પ્રોત્સાહન વગર કદાચ હું બ્લોગ-જગતમાં ટકી જ ન શકત.

Advertisements