અનુભવની મજા કોઈને કહેવામાં નથી હોતી,
અસલ વસ્તુની ખૂબી એની છાયામાં નથી હોતી
 
————————————————————-
 
થાય ટીકા આપણી એ પણ મને ગમતું નથી,
હો પ્રશંસા આપણી તો થાય છે ઈર્ષ્યા મને.
 
————————————————————-
 
વિરહને તો તમે નહિ આવો તો પણ હું જાણું છું,
મિલન કહેવાય છે કોને તમે આવો તો હું જાણું.
 
————————————————————-
 
આપનો આભાર કિન્તુ એક શિકાયત છે મને,
મારા દિલની વાતને તે શાયરી સમજી લીધી.
 
————————————————————-
Advertisements