એક અઠવાડિયાના વિરામ બાદ ફરીથી નવી પોસ્ટ લઈને આવ્યો છે… (હમણાં થોડો સમય કદાચ રેગ્યુલર પોસ્ટ નહિ મૂકી શકાય તેથી તેની પહેલીથી જ ક્ષમાપના માંગુ છું.)

તા. ૫મી એપ્રિલ, ૨૦૧૧ ના દિવસે મારી કંપનીમાં Engineering Recognition Day મનાવવામાં આવ્યો હતો અને તેમાં મુખ્ય મહેમાન તરીકે અમારી કંપનીના સોફ્ટવેર ગ્રુપના જનરલ મેનેજર અને એન્જીનીયરીંગના વાઈસ પ્રેસિડેન્ટ અમેરિકાથી આવ્યા હતા.

આ દિવસે આખા વર્ષ દરમીયાન કરેલી મહેનતના ફળસ્વરૂપ અલગ અલગ કેટેગરીમાં એવાર્ડ આપવામાં આવે છે.

જનરલ મેનેજરના હસ્તે મને એવોર્ડ

આ વર્ષે સ્પીડ/પ્રોડક્ટીવીટી કેટેગરીમાં મને વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો. (આ પળ મારી પ્રોફેશનલ જીન્દગીની અત્યાર સુધીની સૌથી યાદગાર પળ…)

Advertisements