શું બાળકો માં-બાપ પાસે બાળ ક્રીડા નવ કરે
ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે
તેમજ તમારી પાસ આજ બાળ તારક ભાવથી
જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી
મેં દાન તો દીધું નહિ ને શિયળ પણ પાળ્યું નહિ
તપથી દમી કાયા નહિ શુભ ભાવ પા ભાવ્યો નહિ
ઈ ચાર ભેદે ધર્મ માંથી કઈ પણ પ્રભુ મેં નવ કર્યું
મારું ભ્રમણ ભવ સાગરે નિષ્ફળ ગયું… નિષ્ફળ ગયું…

—————————————————-

દર્શનમ દેવ દેવસ્ય,
દર્શનમ પાપ નાશનમ,
દર્શનમ સ્વર્ગ સોપાનમ,
દર્શનમ મોક્ષ સાધનમ
—————————————————-

જે દ્રષ્ટિ પ્રભુ દર્શન કરે, તે દ્રષ્ટિને ધન્ય છે
જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે
પીએ મુદા વાણી સુધા, તે કર્ણ યુગલને ધન્ય છે
તુજ નામ મંત્ર વિશદ ધરે, તે હૃદયને પણ ધન્ય છે