ભગવાન મહાવીરે તેમના એક વ્યાખ્યાનમાં કીધું હતું કે “ક્ષમા એ વીરનું આભુષણ છે”.

આપણે આપણા જીવનમાં ઘણીવાર અનુભવ કર્યો હશે કે કોઈને માફી(ક્ષમા) આપવી એ ખરેખર મુશ્કેલ કામ છે. આજે પર્યુષણ પર્વના આઠમાં અને છેલ્લા દિવસે (જે સંવત્સરી તરીકે ઓળખાય છે) દરેક જૈન ધર્મી આખા વર્ષ દરમિયાન પોતાનાથી થયેલી ભૂલો માટે માફી(ક્ષમાપના) માંગે છે અને એક બીજાને “મિચ્છામી દુક્કડમ”  કહે છે, જેનો અર્થ થાય છે  “હું માફી માંગુ છું”

આજે હું પણ મારા વાંચકમિત્રો અને બ્લોગમિત્રોથી માફી(ક્ષમાપના) માંગવા ઈચ્છું છું.
“મારા કોઈ કાર્યથી, સીધી રીતે કે આડકતરી રીતે, જાણતા કે અજાણતા, જો મેં તમારી ભાવનાઓને ઠેસ પહોચાડી હોય અને/અથવા તમને કોઈ દુખ પહોચાડ્યું હોય તો તે બદલ હું મારા અંતકરણથી માફી માંગું છું”.
English  Meaning: “If I have caused you offense in any way, knowingly or unknowingly, in thought, word or deed, then I seek your forgiveness”

આ ભાવનાને સંસ્કૃતનો આ શ્લોક બહુ સારી રીતે વર્ણવે છે.
“ખામેમિ સવ્વા જીવે, સવ્વે જીવા ખમન્તું મી,
મિત્તી મેં સવ્વા ભુએશું, વેરમ મજ્જા ના કેનાઇ”
English  Meaning:
“I grant forgiveness to all living beings, May all the living-beings forgive me for my faults.
I have friendship for all living beings, I do not have any animosity towards anybody”

મને નાનો ભાઈ ગણીને માફ કરશો ને?

Advertisements