સ્ક્રોલ્લ કરું મારી જૂની યાદો ને,
હાયપરલિંક થઈને તું સામે આવે છે,

એક એક મીનીટે તારી યાદ આવે છે,
સ્ક્રીન સેવર ની જેમ તું સામે આવે છે,

બેસું છું કામ કરવા,
મીનીમાઈઝ કરું છું મારાં બધા વિન્ડોઝ ને,
ડેસ્કટોપ ની જેમ તું સામે આવે છે,

ડીલીટ કરું છું આ યાદો ની ફાઈલ ને,
પણ થોડી થોડી વારે એ રીસાયકલબિન માંથી પાછી આવે છે,

શટડાઉન કરું છું મારી સિસ્ટમ ને,
તો પણ શટડાઉન મેસેજ માં તુ જ આવે છે,

સ્કેન કરું છું મારી હાર્ડડિસ્ક ને,
વાઈરસ બની ને તું સામે આવે છે,

ડાયલ કરું છું ISP ને,
કનેક્શન લઇને તું આવે છે,

ડીસ્કનેક્ટ થઈ મારું કનેક્શન,
રીકનેક્ટ થઇ તારી યાદ પાછી આવે છે,

ઓપન કરું છું મારાં નેટવર્ક નેબરહૂડ ને,
એન્ટાયર નેટવર્ક માં ખાલી તુ જ આવે છે,

સ્ટાર્ટ કરું છું મારાં કમ્પ્યુટર ને,
તો ટાસ્કબાર માં સિસ્ટમ અને ટાઈમ બની ને તું આવે છે,

ઓફ કરવા જાવું છું સિસ્ટમ ડેટ ને,
તો પણ ટાસ્ક-પ્રોપર્ટીઝ માં તુજ આવે છે,

ઘરે થી આવું છું ઓફિસે તો,
માય બ્રીફકેસ માં તું સાથે આવે છે,

ખોલું છું આ યાદો ની સાઈટ ને,
તો હોમપેજ ની જેમ તું સામે આવે છે,

બનાવી રહી છું વેબ એસ્ત્રોલોજર.કોમ
દરેક કુંડળી માં તું જ નજર આવે છે,

આવે છે એરર મારાં પ્રોગ્રામ માં,
MSDN હેલ્પ બની તું આવે છે,

કામ્પાઈલ કરું જાવા ના પ્રોગ્રામ ને,
ક્લાસપાથ ચેક કરી તું આવે છે,

જોઈએ છે મારી સિસ્ટમ ને પાવર,
પાવર કોડ બની તું આવે છે,

બેઠી છું સાઈટ બનાવવા,
ડોમેઈન નેમ બની તું આવે છે,

સ્ટોર કરવા માંગું છું કંઈક,
ડેટાબેસ બની તું આવે છે,

સિલેક્ટ કરવા માંગું છું,
માઉસ પોઈન્ટર બની તું આવે છે,

વિચારું છું બીજું કઈ જોવા,
નજર ઉડીને તારી તરફ આવે છે,

ઘેરાયેલી છું કોમ્પ્યુટર પ્રોસેસિંગ માં,
ટાસ્કમેનેજર ની રીતે તું સામે આવે છે,

કનેક્શન મળતું નથી,
તો પણ ઓફલાઇન તારી યાદ આવે છે,

ચાલુ કરું છું મારાં મોનીટર ને,
૨૫૬ કલર માં તું આવે છે,

વિચાર કરું છું ઘણી વાર,
શું તને પણ મારી યાદ આવે છે,

આવતો નથી તારો જવાબ તો વિચારું છું કે,
શું કામ મને તારી આટલી બધી યાદ આવે છે,

ચેક કરું છું મારાં ઇનબોક્સ ને,
તારા સિવાય બધાના મેઇલ આવે છે,

જો આવે તારો મેઇલ તો,
તો હાશ માનું કે કોઈને તો મારી યાદ આવે છે,

સુકી પડી ગઈ છે આ યાદો,
તમે મળો તો તાજી કરી શકાય છે,

સમજી શકુ છું આ ફાસ્ટ લાઈફ ને,
યાદ તાજી કરવા એક મેઇલ પણ બહુ ગણાય છે,

જો આવે તારો રીપ્લાય તો,
તો સમજુ તને મારી યાદ આવે છે,
નહિ તો બીજાની જેમ તું પણ મને ભૂલી જાય છે

કવિ:- આ કવિતાની પહેલી ૬ પંક્તિઓ પ્રિન્સ અમેરિકાની છે…. આગળની પક્તિઓ વિષે માહિતી નથી.

Advertisements