આજે ઘણા સમય પછી મારા બ્લોગ પર નવી પોસ્ટ મૂકી રહ્યો છું, આશા છે તમને પસંદ આવશે.

આ કવિતા હું મારી દીકરી – કાવ્યાને અર્પણ કરું છું.

કઈ દુનિયામાંથી આવી છે આ પરી !

ખીલે ફૂલોની પાંખડી એમ એને આંખો ખોલી,
જોતા જ તેને મારી આંખો બહુ ઠરી.. કઈ દુનિયામાંથી…

દુનિયાની ખુશી આપી પળમાં એમ એ હસી,
છીનવી લીધા દુખો ક્ષણમાં એમ એ રડી…. કઈ દુનિયામાંથી..

ઊંચકીને રમાડતા લાગતી મને બહુ વહાલી,
થાક મારો સઘળો હડસેલે એ લાતો મારી… કઈ દુનિયામાંથી..

પુરા થયા અરમાન, પા પા પગલી એને ભરી,
એની ડગલી પગલી બની સુખોની ઢગલી… કઈ દુનિયામાંથી…

હસાવતી રમાડતી એ છે બધાની લાડકી,
કરશે એક દિન પાપણ ભીની એ લાડલી…

કઈ દુનિયામાંથી આવી છે આ પરી !

કવિ :- અજ્ઞાત

સ્ત્રોત: એસએમએસ

Advertisements