એક સવાલ – છે જવાબ?

બેસ્ટ (મુંબઈની લોકલ બસ સર્વિસ)માં હવે રૂ.૨૫ની એક ટીકીટ મળે છે (પહેલા તો રૂ.૨૦ની મળતી હતી પણ હવે ભાવવધારો આવ્યો) જે એક દિવસના પાસ તરીકે વાપરી શકાય છે મતલબ તમે બેસ્ટની કોઈ પણ બસમાં આખા દિવસ દરમિયાન ગમે ત્યાં (ભાયેન્દરથી સાયન સુધી તથા નવી મુંબઈમાં નેરુલ સુધી) મુસાફરી કરી શકો. (મારી જાણકારી પ્રમાણે આવી વ્યવસ્થા અમદાવાદમાં પણ છે તો નીચે દર્શાવેલી પરીસ્તીથી અમદાવાદમાં પણ થઈ શકે)

હવે બેસ્ટવાળાએ આ ટીકીટનો ખોટો ઉપયોગ ના થાય એ હેતુથી ટીકીટ ક્યાં દિવસની (તારીખ, મહિનો અને વર્ષ) છે અને તે પુરુષની છે કે સ્ત્રીની (ત્યાં M અને F બે બ્લોક હોય એટલે પુરુષ માટે M બ્લોક પર પંચ મારે અને સ્ત્રી માટે F બ્લોક પર પંચ મારે) જેવી માહિતી રાખેલ છે.

એટલે જો તમે ઘરમાં ચાર ભાઈ હોય તો એક ભાઈએ રૂ.૨૫ની ટીકીટ લીધી અને ફરીને ઘરે આવી પછી બીજો ભાઈ એજ ટીકીટ લઈને ફરી શકે… 😉  અને બીજા શબ્દોમાં કહું તો તમે જો ૨ ટીકીટ ખરીદો (એક પુરુષની અને બીજી સ્ત્રીની) એટલે તમારું આખું ખાનદાન તેને વાપરી શકે (કેવી અજબ વ્યવસ્થા 😛 )

પણ મને આ ટીકીટનો લોકો કેવી રીતે ફાયદો ઉઠાવે છે તેનું શું કરવું તેના કરતા બીજો એક સવાલ મૂંઝવે છે અને તે સવાલ છે કે ધારો કે બસમાં એક માસી(વ્યંઢળ – દેશી ગુજરાતીમાં કહું તો છક્કો) ચડે અને તે રૂ.૨૫ની ટીકીટ માંગે તો કંડકટર શું કરે અથવા તો તેને કેવી ટીકીટ આપે?

આમ તો સવાલ ઘણો સામાન્ય છે પણ વિચારવા લાયક છે, તમારા કલ્પનાના ઘોડા દોડાવો અને મને જવાબ આપો.

12 thoughts on “એક સવાલ – છે જવાબ?

    1. કાર્તિકભાઈ એ તો મને જેવું સુઝે/આવડે એવું લખ્યું છે… (તમને સવાલ ભંગાર લાગ્યો તો કઈ વાંધો નહિ…. પણ) તમારા ભંગાર જવાબ માટે આભાર 😛

      Like

  1. Masi (50-50) ange no saval puchhyo chhe etle eno 50-50 javab aapu chhu…

    Avi paristhiti ma conductore M ane F na je khana hoy eni barabar vachhe punch karvu joie… 🙂

    Like

  2. બોસ,હવે બેસ્ટના ખટારામાં મુસાફરી વખતે એક કિન્નરને સાથે લઈ જજો.બધૂ સમાધાન થઇ જશે. :mrgreen:

    Like

    1. ખાંખાખોળાનું રિઝલ્ટ !
      થોડી તપાસ કરતાં જણાયું છે કે ભારતના સંવિધાનમાં આ ’તૃતીય વર્ગ’ માટે કશી ચોખવટ કરાયેલી નથી. બંધારણ મુજબ જે કંઇ હક્કો ’વ્યક્તિ’ને આપવામાં આવ્યા છે તે બધા આ લોકોને પણ મળે પરંતુ જ્યાં સ્ત્રી કે પુરુષ માટેના સ્પષ્ટ હક્કો નક્કી કરાયા છે તે માટે આ લોકોની યોગ્યતા બાબતે પ્રશ્નાર્થ છે. હા, ગુન્હા (ક્રાઇમ) ને લગતી બાબતોમાં મોટાભાગે તેઓને પુરુષ ગણી અને કાર્યવાહી કરાય છે. જો કે ભારતનાં ચુંટણીપંચે ૧૯૯૪માં આપેલ માર્ગદર્શન અનુસાર ચુંટણીની કાર્યવાહીમાં આ તૃતીયવર્ગની વ્યક્તિ પોતાની જે પણ જાતિ (sex) લખાવે તે માન્ય ગણી તે મુજબ તેને હક્ક આપવા.
      * અને અંતે એક ’કિન્નર’ નો બસની ટિકીટ બાબતે ઉત્તર :
      “ઓય..હોય.. માતાજીની દયા છે ! અમારી પાસેથી ટીકીટ માગે જ કોણ ?? (ટપાક…ટપાક…ટપાક !!)”
      (વધુ જાણકારી માટે : http://www.legalserviceindia.com/article/l285-legal-position-of-Eunuchs.html )
      આભાર.

      Like

Leave a comment