આઈપીએલ – સચ્ચાઈ કે જુઠાણું?

સાચું કહું તો હું ક્રિકેટનો મોટો ચાહક છું પણ હવે મને આઈપીએલમાંથી વિશ્વાસ ઉઠવા માંડ્યો છે. ખાસ કરીને જે રીતે આઈપીએલ બીજા ભાગમાં વળાંક આવી રહ્યા છે તે જોતા ઘણા બધા ડાઊટ(DOUBT) આવે છે કે આ બધા ખરેખર ટીમ માટે રમે છે કે કેમ?

મારા પહેલા આઈપીએલ બ્લોગ પ્રમાણે મુંબઈ ઇન્ડિયન ટીમ સેમી-ફાઈનલમાં પહોચી ગયી છે. પણ હવે બાકીની ૩ સેમી-ફાઈનલ ટીમ માટે ૫ (પાંચ) ટીમ વચ્ચે મારા મારી ચાલુ છે.

આઈપીએલના હર્તાકર્તા ચાહતા હશે કે પ્રેક્ષકોની ઇન્તેઝારી વધે અને બધા વધારેને વધારે મેચ જોવે એ માટે મને એવું લાગી રહ્યું છે કે હવેની બધી મેચ એવી રીતે રમાશે કે છેલ્લા દિવસ સુધી રસાકસી રહેશે અને દરેક ટીમને સેમી-ફાઈનલમાં પહોચવાના સરખા ચાન્સ રહેશે.

એમાં કોઈ શક નથી કે આઈપીએલ કે મોટો ધંધો છે અને હવે તો જોવાનું જ રહેશે કે આઈપીએલ ક્યાં જઈને અટકશે.

Leave a comment